Ame Surati
757 views • 18 hours ago
#💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #સુરત #અમે સુરતી તા. 6 ડિસેમ્બર 2025ના રોજ સુરત મહાનગરપાલિકામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં સુરત પૂર્વના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ શહેરમાં ચાલુ ગેરકાયદે બાંધકામ મુદ્દે ગંભીર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે અગાઉ RTI એક્ટના દુરૂપયોગ અને ખંડણીની પ્રવૃત્તિઓ પર કાર્યવાહી થઈ છે, પરંતુ શહેરના તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ હજુ યથાવત છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે. સરકારના 2022ના ઇમ્પેક્ટ ફી કાયદા અને પરિપત્ર મુજબ ગેરકાયદે બાંધકામ માટે સંબંધિત એન્જિનિયરો જવાબદાર હોવાનું તેમણે યાદ અપાવ્યું. બેઠકમાં બહાર આવ્યું કે ડિમોલેશન બાદ પણ ઘણા બાંધકામ ફરી ઊભા થયા અને કેટલાક કેસમાં આકારણી દફતરમાં નોંધાઈ ગયા છે, ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં થયેલા મામલાઓ ચિંતાજનક છે. આ માહિતીથી કમિશનર ચોંકી ગયા હતા અને તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ અટકાવવા જવાબદાર અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવા ઝોનલ હેડ્સને આદેશ આપ્યા હતા.
તે ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં બાકી રહેલી પાણીની લાઈનો પૂર્ણ કરવાનું, રિંગ રોડથી જોડાયેલા કબીર મંદિર, રૂઘનાથપુરા, ભવાની મંદિરથી નવાપુરા ભાથાની પીઠ સુધીના આઈકોનિક રોડનું હાઈડ્રો ટેસ્ટિંગ કરી ઝડપી કામ શરૂ કરવાનો આદેશ પણ કમિશનરે આપ્યો હતો. સગરામપુરા પુતળીથી વ્હોરા કબ્રસ્તાન તરફના 60 ફૂટના રસ્તાનો કબજો લઈને ગોપીતળાવથી પુતળી સુધીનો માર્ગ વહેલી તકે લોકો માટે ખોલવા તથા નવસારી બજારનું ટ્રાફિક ભારણ ઘટાડવા સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર અને સેન્ટ્રલ ઝોનલ ચીફને તાત્કાલિક કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની કામગીરી નિયમિત ન હોવા અને શહેરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળતા હોવા મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા કમિશનરે ડેપ્યુટી કમિશનર શ્રી દિનેશ ગુરવને તાત્કાલિક અસરકારક સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #smc #arvindrana #mla #suratmunicipalcorporation #navsaribazar #sagrampura #ringroad #rughnathpura #navapura #golwad #garbagecollection
12 likes
9 shares