#સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઈજેકિંગ મૉક ડ્રિલ સફળતાપૂર્વક સંપન્ન
05 ડિસેમ્બર 2025ના રોજ સુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઈજેકિંગ મૉક એક્સરસાઈઝનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં ડૂબઈથી કોલકાતા જતી કલ્પિત ફ્લાઈટ ABC-111ને ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરવામાં આવી હોવાની પરિસ્થિતિ સર્જવામાં આવી હતી, જેમાં કુલ 162 મુસાફરો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. હાઈજેકની સૂચના મળતાની સાથે જ CISF, સ્થાનિક પોલીસ, SOG, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ સહિત તમામ સુરક્ષા અને ઇમરજન્સી એજન્સીઓને સજાગ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ પર સંપૂર્ણ ઇનર અને આઉટર કોર્ડન સ્થાપિત કરી ફોરવર્ડ કમાન્ડ પોસ્ટ બનાવવામાં આવી હતી. સંયુક્ત અને સંકલિત કાર્યવાહીના પગલે બપોરે 12:44 કલાકે આતંકવાદીઓએ સમર્પણ કર્યું હોવાનું જાહેર કરાયું હતું અને 13:45 કલાકે મૉક ડ્રિલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ મૉક ડ્રિલમાં કુલ 350થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તમામ એજન્સીઓ દ્વારા ઉત્તમ સંકલન અને પ્રતિસાદ જોવા મળ્યો હતો, જે એરપોર્ટ સુરક્ષાની તૈયારી અને સતર્કતાનો સાબિતીરૂપ ઉદાહરણ બન્યું છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #suratairport #mockdrill #highjack #annual
#💐 શનિવાર સ્પેશિયલ #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #ગણપતિ વિડીયો🎥 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏०६/१२/२०२५
Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 06/12/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત સમાચાર #સુરત જામનગરમાં AAP ની બેઠક દરમિયાન, એક વ્યક્તિએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું, જેના કારણે થોડી અંધાધૂંધી સર્જાઈ. પોલીસે તે વ્યક્તિને રોકી, વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી અને કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #jamnagar #aap #gopalitalia #shoe #attack #publicmeeting
#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ઉધના વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં BRTS બસ સ્ટેશનમાંમાં પર્સ ચોરી કરતા પકડાયેલા એક યુવકે મુસાફરોના મારથી બચવા અને પોલીસ કાર્યવાહી ટાળવા માટે બ્લેડ વડે પોતાને જ ઘા માર્યા હતા. ઉધના બસ સ્ટેશન પર મુસાફરોએ પર્સ ચોરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. લોકોએ પોલીસને બોલાવી તે પહેલાં જ યુવકે પોતાના ખિસ્સામાંથી બ્લેડ કાઢી હતી અને પોતાના કાંડા પર ઘા મારવાનું શરૂ કરી દીધું હતું.
આ દૃશ્ય જોઈને ઘટનાસ્થળે હાજર કેટલાક લોકો ગભરાઈને દૂર ભાગી ગયા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ 'સાયકો ચોર' ના ડ્રામાને પગલે ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને યુવક સાજો થયા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #udhana #brts #busstation #udhna #chor #robbery #theif
#😥ઈન્ડિગો એરલાઇન મોટા સંકટમાં ફસાયું✈️ #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો (IndiGo) હાલમાં ગંભીર ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં તેની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ વિલંબિત થઈ રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા, ગોવા જેવા મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ ગયા છે, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. હાલ ઇન્ડિગોએ જાહેર કર્યું છે કે આજરોજ દિલ્હી એરપોર્ટથી નીકળવાવાળી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ રદ્દ કરાઈ છે.
#indigo #airlines
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર દુકાનદારની માનવતાની પ્રશંસા સાથે રાંદેર પોલીસની સરાહનીય કામગીરી 🙏❤️
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે કાર્યરત દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ (ઉંમર 46) સાથે બનેલો એક માનવતાનો કિસ્સો હૃદયસ્પર્શી ઉદાહરણ બની રહ્યો છે.
હાલમાં જ દક્ષેશકુમાર તેમના મિત્રના ઘરે સુમન વંદન, જહાંગીરપુરા વિસ્તારમાં ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતા દરમિયાન રામનગર ચાર રસ્તા નજીક તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. ગભરાટની સ્થિતિમાં તેઓ નજીકના દવાખાને તપાસ માટે ગયા હતાં, પરંતુ આ દરમિયાન મોટરસાયકલ ક્યાં પાર્ક કરી હતી તે તેમની યાદશક્તિમાંથી નીકળી ગયું હતું, જેથી તેઓ સીધા ઘરે પાછા ફર્યા.
થોડી વારમાં રાંદેર વિસ્તારમાં રામનગર પાસે એક પાનની દુકાન ચલાવતા દુકાનદારને લાવારીસ બાઇક અને તેની સાથે રહેલા સામાનની જાણ થઈ હતી જેની ખબર રાંદેર પોલીસને આપતાં સ્થળ પર જઈ બાઇક અને સામાનની તપાસ કરતાં અંદર રાખેલી કપડાની થેલી મળી જેમાંથી રૂ. 2,69,000 રોકડ રકમ તેમજ 4 જોડી કપડાં મળ્યાં.
પોલીસે લોકલ લોકોની મદદથી માલિકનું સરનામું શોધી કાઢ્યું અને આજે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા દક્ષેશકુમાર પટેલને તેમની મોટરસાયકલ તથા થેલીમાં રહેલી પૂરી રકમ સત્વરે પરત સોંપવામાં આવી.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે — “સુરત માત્ર સ્માર્ટ સિટી નથી… એ સદભાવ, માનવતા અને ઈમાનદારીનો સંગમ છે.”
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #rander #ramnagar #pan #bike #cash #police #humanity
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ અમરેલીની વતની આ યુવતી તારીખ 24 નવેમ્બર 2025 ના રોજ તેના મિત્ર સાથે અમરોલી ક્રોસ રોડ નજીક આવેલ એક શોપિંગ સેન્ટરમાં ગેલેક્સી હોટલમાં ગઈ હતી. ત્યાં બંનેએ રૂમની અંદર પોતાની અંગત પળો વિતાવી હતી.
ઘટનાને ગંભીર બનાવતી વાત એ છે કે, હોટલના રૂમની અંદર માણેલી આ અંગત પળોનો વીડિયો કોઈ અજાણ્યા વ્યક્તિએ યુવતીના આઈડી મારફતે તેના પરિવારજનો — જેમાં પિતા, ભાઈ અને મિત્રોને — તેમજ યુવતીના સ્કૂલના મિત્રો ધરાવતા Instagram ગ્રુપમાં મોકલી વિડિયો વાયરલ કરી દીધો.
વિડિયો વાયલ થતા યુવતી માનસિક તણાવમાં આવી ગઈ હતી અને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આખરે આ વાત યુવતીના ધ્યાન પર આવતા તેણે અમરોલી પોલીસ મથકનો આશરો લીધો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ સામે IT Act તેમજ અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ટેકનિકલ તપાસ શરૂ કરી છે કે—
વિડિયો કોણે રેકોર્ડ કર્યો?
યુવતીના આઈડીમાં કોણે પ્રવેશ મેળવ્યો?
વિડિયો કેવી રીતે લીક અને વાયરલ થયો?
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #amroli #hotel #room #intimate #moment #video #viral #instagram #socialmedia #brother #father #amreli
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ મોબાઇલ કેમેરાની વધતી ક્ષમતા અને ગુપ્ત રીતે શૂટિંગના વધતા કેસો વચ્ચે વેસુ વિસ્તારમાં વધુ એક ચોંકાવનાર અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે.
મહિલાઓ અને યુવતીઓ કેટલીકવાર ભૂલમાં ઘરના બારણા અથવા બારીઓ ખુલ્લી રાખીને કપડાં બદલતી હોય છે, જેના કારણે અનેક વખત તેઓ અજાણતા જ શરમજનક અને જોખમી સ્થિતિમાં મુકાઈ જાય છે. ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મહિલાનો કપડા બદલવાનો વીડિયો રેકોર્ડ કરી તેમને બ્લેકમેઇલ કરવાની અથવા તો અનૈતિક માંગણીઓ કરવાની ઘટનાઓ બની હતી.
તાજી ઘટનામાં વેસુ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને નજીકમાં જ કેફે ચલાવતા દંપતીની પરિણીતાને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. પરિણીતાએ પોતાના ઘરમાં કપડાં બદલતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિએ ગોપનીય રીતે તેનો નિર્વસ્ત્ર વિડિયો રેકોર્ડ કરી લીધો હતો.
આ વ્યક્તિએ માત્ર વિડિયો બનાવ્યો જ નહિ, પરંતુ તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને થ્રેડ્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પણ કરી દીધો, જેના કારણે પરિણીતાને ભારે માનસિક તણાવ અને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો.
બનાવની જાણ થતાં જ પરિણીતાના પતિએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા આરોપી સામે IT Act અને અન્ય સંબંધી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વિડિયો કોણે રેકોર્ડ કર્યો અને ક્યાંથી વાયરલ થયો તેની ટેકનિકલ તપાસ શરૂ કરી છે.
⚠️ જનચેતવણી : આવો કિસ્સો આગાહીને ચેતવનારો છે. મહિલાઓ અને પરિવારોને સલાહ છે કે—કપડાં બદલતી વખતે બારી–દરવાજા સંપૂર્ણ બંધ રાખવા, ઘરના એવી જગ્યાએ કપડાં બદલવા જ્યાં બહારથી દૃશ્યમાનતા ન હોય, અને ઘરમાં પર્યાપ્ત પડદા રાખવા.
મોબાઇલ કેમેરા ટેકનોલોજી જેટલી વિકસતી જાય છે, એટલું જ ગેરઉપયોગનું જોખમ પણ વધી રહ્યું છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #mobilecamera #changing #clothes #vesu #viralvídeos #socialmedia #alert
#📱 શુક્રવાર સ્પેશિયલ #ગણપતિ વિડીયો🎥 #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏०५/१२/२०२५
Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 05/12/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#અમે સુરતી #મહાકાલ #ઉજ્જૈન મહાકાલ જ્યોતિર્લિંગ #મહાદેવ #હર હર મહાદેવ







