💥 સુરત અપડેટ્સ
3K Posts • 14M views
Ame Surati
894 views 4 days ago
#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 સુરતના હોડીબંગલા વિસ્તારમાં આવેલા નવાબ રેસ્ટોરન્ટ દ્વારા સવારથી મોડી રાત સુધી ચાલતા ભારે દબાણ 😱 સ્થિતિ એવી છે કે જાણે રેસ્ટોરન્ટે આસપાસની દુકાનો સાથે અડધાથી વધુ રસ્તો ખરીદી લીધો હોય—ગાડીઓ રોડ પર જ પાર્ક, બહાર જ બેઠકો, અને ગ્રાહકોનો જમાવડો… જેના કારણે અડધાથી વધુ રસ્તો લગભગ બંધ થઈ જતો હોય છે. આસપાસ રહેતા અને વ્યવસાય કરતા લોકોને રોજબરોજ હાલાકીનો સામનો કરવો પડે છે—રસ્તો રોકાઈ જવાથી વાહન વ્યવહાર પર અસર પડે છે. સ્થાનિકોમાં ગંભીર નારાજગી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #nitinbhajiyawala #chautabazar #daban #smc #suratmunicipalcorporation #daxeshmavani
13 likes
9 shares
Ame Surati
4K views 20 days ago
#📢18 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશન દરમિયાન હાઇડ્રોપોનિક વીડ (હાઈબ્રિડ ગાંજો)ની મોટી બેચ સાથે આંતરરાષ્ટ્રીય મુસાફર ઝડપાયો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત સિટી DCB, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમે શંકાસ્પદ હલચલના આધારે રોક્યો હતો. તેની સામાનની સઘન તપાસ કરતાં કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાં કુશળતાથી છુપાવેલા કુલ 8 પેકેટમાંથી આશરે 4.055 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹1,41,92,500 જેટલી થાય છે. આ જપ્તી સુરત એરપોર્ટ પર અત્યાર સુધીની સૌથી મોટી નાર્કોટિક્સ પકડી પાડવામાંની એક ગણાય છે. મૂળ મુંબઈના રહેવાસી જાફર ખાનને CISF અને ક્રાઈમ બ્રાન્ચે તરત જ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #suratairport #weed #hydroponics #ganja #cisf #dcb #customs #tourist #traveller
18 likes
22 shares
Ame Surati
11K views 27 days ago
#😭દિલ્હી બ્લાસ્ટના કાળજુ કંપાવતા VIDEO #📢11 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બ્લાસ્ટ થયેલી કાર હરિયાણા રજીસ્ટર્ડ HR 26 CE 7674 નંબરની હ્યુન્ડાઈ i20 હોવાનું બહાર આવ્યું છે. કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ગુરુગ્રામના મોહમ્મદ સલમાનની ઓળખ માલિક તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન સલમાને જણાવ્યું કે તેણે આ કાર દોઢ વર્ષ પહેલાં વેચી દીધી હતી. પોલીસે સલમાનને અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આ કાર અનેકવાર હાથ બદલાઈ ચૂકી છે. તાજેતરના માલિક તરીકે જમ્મુ-કાશ્મીરના પુલવામાના શખ્સનું નામ સામે આવ્યું છે, જેના સંબંધમાં પણ તપાસ ચાલુ છે. માહિતી મુજબ, બ્લાસ્ટ થયેલી i20 કાર દિલ્હીની સોનેરી મસ્જિદના પાર્કિંગ વિસ્તારમાં બપોરે 3:19 એ દાખલ થઈ અને સાંજે 6:48 એ બહાર નીકળી એમ લગભગ ત્રણ કલાકથી વધુ સમય માટે પાર્ક રહી હતી, ત્યારબાદ કાર ત્યાંથી નીકળી અને માત્ર ચાર મિનિટમાં જ સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ સંદિગ્ધ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ ચાલુ છે. પોલીસ સૂત્રો અનુસાર, કારની વારંવાર થયેલી ખરીદી-વેચાણને કારણે માલિકીની કડી ખૂબ જ જટિલ બની ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ સંભવિત આતંકી કડીની તપાસ પણ શરૂ કરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #delhi #lalkilla #redfort #metrostation #blast #newdelhi
36 likes
73 shares
Ame Surati
191K views 1 months ago
#📢25 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત પાલીતાણાના શત્રુંજય પર્વત પર યાત્રામાર્ગ પર સિંહ લટાર મારતો દેખાયો આ વાયરલ વીડિયો ગઈકાલે સવારે 8 થી 9 વાગ્યા વચ્ચે હોવાનો કહેવાય રહ્યું છે #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #palitana #shatrunjay #shatrunjayahill #shatrunjaytirth #lion #havaj #dalamatho #savaj #bhavnagar #gujaratlions
1435 likes
6 comments 1811 shares