Ame Surati
985 views • 3 months ago
#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત #📢17 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરણીતાની 16 વર્ષની દીકરીને કાપોદ્રા વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોર ડાયાણીએ પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી પરણીતાએ બિલ્ડર કિશોર ડાયાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 12/6/2025 ના રોજ સાંજે પરણીતાની દીકરી અને તેની બહેનપણી નાસ્તો લેવા માટે ગયા હતા. આ સમયે અમરોલી શ્રીરામ ચોકડી પાસે કિશોર ડાયાણી મળી ગયો હતો. જે કિશોરીની બહેનપણીને ઓળખતો હતો. જેથી કિશોર ડાયાણીએ બંને બહેનપણીઓને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે જણાવ્યું હતું. જેથી બંને તૈયાર થતા તેઓ ફાર્મ હાઉસમાં ગયા હતા. જોકે ત્યાં કિશોર ડાયાણી તથા બહેનપણીઓએ પાર્ટી કર્યા બાદ કિશોર ડાયાણીએ 16 વર્ષની કિશોરીને સલાડ કાપવાને માટે રસોડામાં મોકલી હતી. જ્યારે તેની બહેનપણી ફાર્મ હાઉસમાં નીચે બેઠી હતી. કિશોરી સલાડ કાપવા માટે રસોડામાં જતા જ કિશોર ડાયાણી પાછળથી તેની પાસે પહોંચી ગયો હતો અને તેને પકડી લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવી હતી. જેથી તેઓએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર કિશોર ડાયાણી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #kapodara #uttrakhand
16 likes
11 shares