#☔ચોમાસામાં બીમારીથી બચવા આટલું કરો✅
મેલેરિયા
મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે.
મેલેરિયાના લક્ષણોની વાત કરવામાં આવે તો, વધુ તાવ - માથાનો દુખાવો - સ્નાયુમાં દુખાવો - થાક - ઉબકા અને ઉલટી - ઝાડા - ભૂખ ન લાગવી - ખાંસી - શ્વાસ લેવામાં તકલીફ.
પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું: મચ્છર કરડવાથી બચો, આખા શરીરને ઢાંકો અને સુતરાઉ કપડાં પહેરો. વરસાદનું પાણી ક્યાંય પણ એકઠું ન થવા દો. જ્યાં મેલેરિયા ફેલાઈ રહ્યો છે ત્યાં જવાનું ટાળો.
ચિકનગુનિયા
ચોમાસાની ઋતુમાં ચિકનગુનિયા ઝડપથી ફેલાય છે.
લક્ષણોની વાત કરીએ તો શરીર ઝકડાઈ જવું, સ્નાયુમાં દુખાવો, વધુ તાવ, માથાનો દુખાવો, મોઢામાં ચાંદા અને ઉલટી, ભૂખમાં ઘટાડો, ચક્કર અને નબળાઈ, હાથ, પગ અને પીઠમાં તીવ્ર દુખાવો અને શરીરમાં ફોલ્લીઓ પડવી
પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું: મચ્છરોથી બચવા માટે પગલાં લો. સાંજે પાર્ક કે ઘરની બહાર ન નીકળો. પાણી એકઠું થવા ન દો. બારીઓ અને દરવાજા બંધ રાખો. તમારા પગને સંપૂર્ણ કપડાંથી ઢાંકી દો.
આ સિવાય ટાઇફોઇડ તાવ જે એક બેક્ટેરિયલ ઇન્ફેકશન છે જે બાળકોને ખૂબ જ ઝડપથી અસર કરે છે.
ટાઇફોઇડના લક્ષણો- લોકોમાં ખૂબ તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને નબળાઇ જેવા લક્ષણો જોવા મળે છે.
આને કેવી રીતે અટકાવવું: જમતા પહેલા સાબુથી હાથ સારી રીતે ધોઈ લો. ફક્ત ગરમ ભોજન જ ખાઓ. કાચું ખાવાનું ટાળો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. બહાર ખાવાનું ટાળો. સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો. તમારા બાળકોને રસી અપાવો.
આ સિવાય પેટમાં ગડબડ , પેટમાં ઇન્ફેકશન, ડાયરીયા અને સ્કીન એલર્જી જેવી બીમારીઓ થઈ શકે છે.