c.j. jadav
1K views • 8 days ago
🍃🍃🌼🍃🍃
🥀માગશર સુદી - ૧૧ મોક્ષદા એકાદશી.
યુધિષ્ઠિરે પૂછ્યું :- હે યદુનંદન ? આપ વિષ્ણુ છો. સમર્થ છો. હું આપને વંદન કરું છું. માગશર સુદ - ૧૧ એકાદશી નું શું નામ છે ? તેનો કેવો પ્રકાર છે ? તે બધું મને જણાવો !!
શ્રી કૃષ્ણ કહે છે :- હે યુધિષ્ઠિર ? માગશર સુદ - ૧૧ નું મોક્ષદા એકાદશી છે. આ એકાદશીના પ્રભાવથી પરમપદ પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રી વિષ્ણુ ભગવાનની ચંદન - પુષ્પથી પૂજા કરવી. આ વ્રતના મહિમાની કથા સાંભળો.
પૂર્વે ગોકુલ નામના સુંદર નગરમાં વૈખાસન નામનો રાજા રહેતો હતો. તે નગરમાં વેદપરાયણ બ્રાહ્મણો પણ રહેતા હતા. એક દિવસ રાજાને સ્વપ્ન આવ્યું. તેમાં તેના પિતાને નરકમાં પડેલા જોયા. સવારે રાજાએ બ્રાહ્મણો ને બોલાવીને કહ્યું :- હે બ્રાહ્મણ દેવતાઓ ? નરકમાં પડેલા મારા પિતા કહે છે કે હે પુત્ર ? મારો ઉદ્ધાર કર !! આ સ્વપ્ન જોયું ત્યારથી મને ક્યાંય ચેન પડતું નથી. મને કોઈ ઉપાય જણાવો.
બ્રાહ્મણો રાજા ને નજીકમાં પર્વતમુનિના આશ્રમે લઇ ગયા. ને બધી વાત જણાવી. પર્વતમુની કહે કે હે રાજન ? તારા પિતાએ ઘણા અધમ કર્મ કર્યા હતા. અને નરકમાં પડવાનું મુખ્ય કારણ જણાવું. તારા પિતાને બે રાણીઓ હતી. એક માનીતી અને બીજી અંમાનીતિ. અંમાનીતિની કમેચ્છા પુરી ન થવાથી તારા પિતા નરકમાં ગયા છે.
રાજા કહે છે હે મુનિ ? કયા પ્રકારનું વ્રત કે દાન કરવાથી મારા પિતાની મુક્તિ થાય તે મને જણાવો.
પર્વતમુની કહે છે :- હે રાજન ? માગશર સુદ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કારીને તેનું પુણ્ય તારા પિતાને આપ. તેના પ્રભાવથી તે નરકમાંથી મુક્ત થશે.
આ સાંભળીને રાજા ઘરે આવ્યો. રાણીઓ ને પુત્રો સહિત રાજાએ વિધિપૂર્વક મોક્ષદા એકાદશી નું વ્રત કર્યું. અને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું. તેથી રાજાના પિતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા. અને આકાશમાંથી કહેવા લાગ્યા હે પુત્ર ? તારું કલ્યાણ થાઓ !!
શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર ? આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે. મોક્ષ આપનારી આથી બીજી કોઈ એકાદશી નથી. જે મનુષ્ય આ એકાદશી ના દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય એટલું પુણ્ય મળે છે.
આ કથાનો પાઠ કરવાથી કે સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષ આપનારી છે. ચિંતામણી જેવી છે.
આવી રીતે બ્રહ્માંડપુરાણમાં માગશર સુદ - ૧૧ મોક્ષદા એકાદશી નું મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #એકાદશી #એકાદશી ની શુભકામના
15 likes
18 shares