2 ફૂટની હાઈટ, પહાડ જેવી હિંમત; નામી કૉલેજમાં પ્રોફેસર બની વૃંદાની પટેલ, સલામ કરવા જેવી કહાની
Success Story: કહેવાય છે કે વ્યક્તિની ઊંચાઈ નહીં, પણ તેની હિંમત તેને મહાન બનાવે છે. ગુજરાતની વૃંદાની પટેલે આ કહેવતને સાચી સાબિત કરી છે. માત્ર બે ફૂટની ઊંચાઈ ધરાવતી 28 વર્ષીય વૃંદાની આજે અમદાવાદની એન.સી. બોડીવાલા એન્ડ પ્રિન્સિપાલ એમ.સી. દેસાઈ કૉમર્સ કૉલેજમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર નિયુક્ત થયા છે. જે સમાજે તેમના કદને તેમની નબળાઈ ગણ્યું, આજે તે જ સમાજ તેમની સફળતાને...