'INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી', PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી ચાલી આવતી પોતાની પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે પણ દિવાળીનો તહેવાર સશસ્ત્ર દળોના જવાનો સાથે ઉજવ્યો. આ વખતે તેમણે ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત નૌસેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી, જે આત્મનિર્ભર ભારતના પ્રતિક સમાન છે.